પૃષ્ઠ:Patra Lalsa.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીજી આવૃત્તિની પ્રસ્તાવના

બે વર્ષ વીતતાં 'પત્રલાલસા'ની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે. પ્રકાશકોનો હું આભારી છું.

મારી વાર્તાઓનું ગુજરાતે સન્માન કર્યું છે. ગુજરાતી જનતાનો તો હું આભારી છું જ. મારી વાર્તાઓએ ગુજરાતના થોડા ભાગનું મનરંજન થોડા સમય માટે પણ કર્યું હોય તો તેને હું મારું સદ્ભાગ્ય લેખું છું.'

વડોદરા
તા. ૩ જૂન, ૧૯૩૬
રમણલાલ વ. દેસાઈ
 


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

સને ૧૯૨૪-૨૫માં 'શ્રી સયાજીવિજય' પત્ર માટે ચાલુ વાર્તા તરીકે પત્રલાલસા દર અઠવાડિયે પ્રસિદ્ધ થતી હતી.

વાર્તાના ગુણ જે હોય તે ખરા. પ્રકાશકો કહે છે કે મારી વાર્તાઓ ગુજરાતને ગમી છે. એ તો મારું સદ્ભાગ્ય. પ્રકાશકોની શ્રદ્ધા ઉપર આધાર રાખી 'પત્રલાલસા' પણ પ્રગટ થવા દઉ છું.

'પત્રલાલસા'ના પ્રાગટ્યથી મારી વાર્તાઓ ગુજરાતને ગમતી મટી નહિ જાય એવી આશા રાખું ?

નવસારી
તા. ૧૫ માર્ચ, ૧૯૩૧
રમણલાલ વ. દેસાઈ