કરી શકું તેમ નથી, પણ હવે લશ્કરી તાકાતથી બદલો લેવાની જરૂર જણાતી નથી.’
‘તો શું કરશો?’
‘કાશીરાજે યોજેલા તેની દીકરીઓનાં સ્વયંવરમાં હું જાતે જઈશ.’
‘વગર નિમંત્રણે ?’
‘હા, પણ મારું પરાક્રમ શોભી ઊઠશે, મા !’
‘શું કહો છો કાંઈ સમજાતુ નથી.’
‘જુઓ મા, સ્વયંવરમાં તેની ત્રણે રાજકુમારીઓ ઉપસ્થિત હશે, ને લગ્નોત્સુક રાજકુમારો પણ હશે. બરાબર એ જ વખતે હું ત્રણે રાજકુમારીઓનું અપહરણ કરીશ. મારા સાથીઓ સ્વયંવરમાંથી ત્રણે રાજકુમારીને ઉઠાવી જશે, ને હું સૌનો મુકાબલો કરતો ઊભો રહીશ. ત્રણે રાજકુમારી સલામત રીતે હસ્તિનાપુર પહોંચી જશે પછી હું પાછો ફરીશ.’
દેવવ્રતની યોજના વિષે સાંભળતા સત્યવતી તો ક્ષણભર આશ્ચર્યમાં ડૂબી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. દેવવ્રતની પ્રચંડશક્તિની મનોમન પ્રશંસા પણ કરી રહી.
‘ધન્ય, ગંગાપુત્ર ધન્ય.’ એકદમ ઊભી થઈ દેવવ્રતનો હાથ પકડી તેને ચૂમી લેતાં સત્યવતી બોલી, ‘ચિત્રાંગદ અને વિચિત્રવીર્યને તમારા જેવો ભાઈ મળ્યો એ તેમનું કેટલું સદ્ભાગ્ય ?’ ને હર્ષ ઘેલી બની રહી.
‘હવે વિશ્વાસ બેઠો મા ?’ સત્યવતીના ચહેરા પરની હંમેશની ગહરી ઉદાસીનતા અદૃશ્ય થઈ, એ જોઈ દેવવ્રતે પણ સંતોષપૂર્વક પ્રશ્ન કર્યો.
‘હા, ભીષ્મ. તારા વિશ્વાસે તો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય ઊભા છે. ગાદી પર ભલે મારો ચિત્રાંગદ હોય પણ રાજ્યની ધૂરા તમારે હાથ છે ને ભાઈ? પછી મને વિશ્વાસ કેમ ન હોય.’ પણ