કરવા દેવવ્રતે જ્યારે નિર્ણય કર્યો ત્યારે તેની નજર સમક્ષ કાશીરાજ હતો. કાશીરાજે હસ્તિનાપુરની જે અવગણના કરી હતી, તેના બદલો લેવા તેણે સ્વયંવરમાં ઊભેલી ત્રણેય રાજકુમારીઓને હિંમતપૂર્વક ઉઠાવી. દેવવ્રતના આ પરાક્રમથી સૌ ડરી ગયા હતા. પરિણામે દેવવ્રત ત્રણે રાજકુમારીઓને સલામત રીતે લઈને હસ્તિનાપુર પહોંચી ગયો હતો.
શાલ્ય રાજા દેવવ્રતને પડકારતો તેની પાછળ પડ્યો. શાલ્ય રાજાની ત્રણે રાજકુમારીઓ અંબા, અંબિકા અને અંબાલિકા પણ દેવવ્રતના આ પગલાંથી ધ્રૂજી ઊઠી હતી. તેમણે દેવવ્રતને સક્રોધ પ્રશ્ન કર્યો, ‘આપ અમને ક્યાં લઈ જાવ છો?’
ક્રોધાગ્નિમાં સળગતી રાજકુમારીઓને દેવવ્રત હૈયાધારણ દેતાં કહી રહ્યો, ‘તમે હસ્તિનાપુરની મહારાણી બનો છો. મારા ભાઈઓને તમારી જરૂર છે. તમારા ભાગ્યનો સિતારો ચમકી ઊઠશે.’
‘ના, મારે હસ્તિનાપુરની મહારાણી બનવું નથી.’ અંબા બોલી ઊઠી, ‘હું શાલ્ય રાજાના પ્રેમમાં છું ને સ્વયંવરમાં હું તેને જ વરમાળા આરોપવાની હતી.’
‘શાલ્ય રાજાના પ્રેમમાં છો તમે?’ દેવવ્રતે અંબા પ્રતિ ઝીણી નજર નાખતાં પૂછ્યું, ‘તમને હસ્તિનાપુરની મહારાણી થવું ગમતું નથી ખરું ને? શાલ્ય રાજાની રાણી થવું ગમે છે, પણ તેનું મહત્ત્વ શું છે? તમે જાણો છો?’
‘મારે જણવાની કોઈ જરૂર નથી.’ અંબાએ જવાબ દીધો.
દેવવ્રત હવે આ વિવાદને લંબાવવા માંગતો ન હતો, પણ અંબાના કથન પછી તેને ખાતરી હતી કે શાલ્ય રાજા તેની પ્રિયતમાને હાથ કરવા જરૂર પાછળ પડશે જ, એટલે તેણે પોતાના સાથીદારોને વચ્ચે જ થોભવા આજ્ઞા કરી. ત્રણ રાજકુમારીઓને હસ્તિનાપુર પહોંચાડવા રથ દોડાવ્યો. સાથીઓને હિંમત દેતાં કહ્યું, ‘હું તરત જ પાછો ફરું છું.’