નથી તે રાજ્યનો વહીવટ કઈ રીતે ચલાવશે ? ‘ભીષ્મ, તમારી દલીલમાં ઘણું તથ્ય છે એટલે હક્કદાર ભલે ધૃતરાષ્ટ હોય, પણ તે અંધ છે એટલે તેનો રાજ્યાભિષેક થઈ શકે જ નહિ.’ તે પછી ઊંડાણમાંથી નિસાસો નાંખતાં કહી રહી : ‘જેવાં તેનાં કર્મ.’
હસ્તિનાપુરની ગાદી પર પાંડુનો રાજ્યાભિષેક થયો. ભીષ્મની રાહબરી હેઠળ પાંડુએ ઘણાં પરાક્રમો કર્યા. હસ્તિનાપુરની સત્તાના સીમાડા વધાર્યા. હસ્તિનાપુરની રાજ્યની તિજોરીનાં તળિયાં દેખાતાં હતાં તે તિજોરી ધન, ઝવેરાતથી છલકાવી દીધી.
પરાક્રમી પાંડુના લગ્ન પણ ભીમે જ ગોઠવ્યા. ભોજરાજની રાજકુમારી કુંતી સાથે તેના લગ્ન થયા. માદ્રી દેશની રાજકુમારી માદ્રીના લગ્ન પણ પાંડુ સાથે ગોઠવ્યા.
ઘણાં ઘણાં પરાક્રમોથી હસ્તિનાપુરની તાકાત ને ગૌરવ પાંડુએ વધાર્યાં હતાં, પણ જુવાનીની તમામ શક્તિ વેડફી નાખી હતી. જન્મથી જ રોગિષ્ટ પાંડુએ પરાક્રમોની સફળતા ભલે પ્રાપ્ત કરી, પણ દેહનાં કૌવત-શક્તિ ગુમાવી બેઠો હતો.
હવે તે દરબારમાં પણ જઈ શકતો ન હતો. ભીષ્મ પાંડુની શારીરિક બેહાલી વિષે સવિશેષ ચિંતાતુર હતો. તેની તબિયત સુધારવા માટેના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા. ભીષ્મની ઉદાસીનતા વધી પડતી હતી.
તેની સારવારમાં રહેલા વૈદે કુંતી અને માદ્રીને તાકીદ કરી હતી, ‘સોળ શણગાર સજી તમે કોઈ મહારાજ પાસે જશો નહિ. તેઓ ઉત્તેજિત થાય તેવી કોઈપણ પ્રક્રિયા કરશો નહિ.’ ને પછી ગંભીરતાપૂર્વક જણાવ્યું હતું, ‘તેઓ ઉત્તેજિત થશે. તો કદાચ જોખમ થશે.’
ભીષ્મ, સત્યવતી પણ વૈદની સૂચના પછી વધુ ગંભીર બની ગયા હતા. સત્યવતી બધો જ વખત તેની જાતને જ દોષિત કરાવતી હતી. ભીષ્મે તેને સમજાવતો, હૈયાધારણ દેતો કહેતો, ‘ના,