ફરી વેદવ્યાસ કહી રહ્યા, ‘મા, આજ્ઞા આપો. મારું તપ સફળ થાય. પ્રાયશ્ચિત્તના પવિત્ર જળથી હું દોષમુક્ત થાઉં.’
આખરે સત્યવતીની રજા મળતાં વેદવ્યાસ રાજમહેલમાંથી પોતાની તપોભૂમિ પર પહોંચી પ્રાયશ્ચિત્ત કરવા વિદાય થયા.
‘અરે, શાનો ગજબ થયો ? મૂઓ આંધળો જન્મ્યો જ ન હોત તો ? આ વેઠ હવે મારે કરવાની?’
પોતાની કુંખે જન્મેલા આંધળા દીકરા સામે જોઈ અંબિકા ચોધાર આંસુ સારતી હતી.
સત્યવતી પણ પારાવાર વેદના વેઠતી હતી. હસ્તિનાપુરની ગાદી પર આ આંધળાનો અભિષેક કેમ થઈ શકે?’
તો અંબાલિકાનો પુત્ર રોગિષ્ટ હતો. તેના દૂબળા દેહ સામે જોતાં સત્યવતી પણ વ્યથિત હતી, પણ એક વાતનો સંતોષ હતો. હસ્તિનાપુરની ગાદી પર આંધળો નહિ, પણ આ રોગિષ્ટ દીકરો બિરાજશે ને બાકીની જવાબદારીઓ તો ભીષ્મ અદા કરે જ છે ને?’
યથાસમયે રાજગાદી કોને સુપ્રત કરવી એ પ્રશ્ન ઊભો થયો. ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે તો ધૃતરાષ્ટ મોટો હોવાથી તેનો જ રાજ્યાભિષેક થવો જોઈએ. પણ તે અંધ હતો ને રાજના કારોબારને સંભાળી શકે તેમ ન હતો એટલે રોગિષ્ટ દેહવાળા પાંડુ પર સૌની નજર હતી.
ભીષ્મ સત્યવતીને મંત્રીંગણ અને દરબારીઓનુ મંતવ્ય રજૂ કરતાં પૂછી રહ્યા, ‘મા, તમે જે નિર્ણય કરો તેનો અમલ થશે જ. ભલે મંત્રીગણને તે માન્ય ન હોય. પણ મા, તમે રાજ્યના હિતને લક્ષમાં રાખજો.’
સત્યવતી પણ જાણતી હતી. ધૃતરાષ્ટ્ર મોટો હોવાથી પ્રણાલિકા પ્રમાણે રાજગાદીનો તે હક્કદાર છે. પણ જેને જોવા નજર