લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૨૧૭
 

મનમાં પણ ધૃતરાષ્ટ્રના પ્રશ્નો વાગોળાતા હતા. તે સાથે જ પોતાની સ્થિતિ વિષે પણ દુઃખી થતા હતા. નિદાન તેમણે તો સભામંડપ વચ્ચે ઊભા થઈ ફરી જુગાર રમવા તત્પર થયેલા યુધિષ્ઠિરનો હાથ પકડી તેને બેસાડી દેવો જોઈતો હતો.

અફસોસ, પોતે જ જ્યાં નિર્બળ હતા ત્યાં ધૃતરાષ્ટ્રને દોષ દેવાની વાત જ ક્યાં હતી?

પિતામહના દિલદિમાગની સળગતી આગને જાણે શાંત થવા ન હોય એમ ધૃતરાષ્ટ્રની વિદાય પછી દુર્યોધનના નાનો ભાઈ વિકર્ણ પિતામહ સમક્ષ ઊભો.

વિકર્ણ જુગારની રમત વખતે સભામંડપમાં હાજર હતો. દુર્યોધન યુધિષ્ઠિરની સામે પોતે દાવ ખેલવા બેસવાને બદલે શકુનિની બેસાડ્યો ત્યારથી તેના મનમાં રોષ હતો. જ્યારે શકુનિની રમતનો યુધિષ્ઠિર ભોગ બની રહ્યો ત્યારે તેની અકળામણ વધી પડી. તેણે અવાજ ઉઠાવ્યો પણ દુર્યોધને તેને ચૂપ કરી દેતાં તેણે સભામંડપમાંથી વિદાય લીધી. વિકર્ણના અવાજની, પોતે તેની વિદાયની ગંભીરતા પિતામહ કેમ પિછાની શક્યા નહિ ? તે કેમ મૂંગા મૂંગા આ દૃશ્યો જોઈ રહ્યા તેનું આશ્ચર્ય તેને થતું હતું. એટલે તે પિતામહ સમક્ષ ફરિયાદ કરવા આવ્યો હતો.

વિકર્ણને જોતાં પિતામહ લજ્જાના ભારથી ઝૂકી ગયેલી ગરદનને પ્રયત્નપૂર્વક ઊંચી કરીને તેને આવકાર દેતાં પોતાનો અફસોસ ઠાલવી રહ્યા.

‘અત્યારે ક્યાંથી વિકર્ણ ?’ અસ્વસ્થ મને પિતામહે તેને પ્રશ્ન કર્યો, કાંઈ કામ છે? હમણાં તો હું બીમાર છું એટલે કાંઈ જ કરી શકું તેમ નથી ભાઈ !’ દબાતાં સ્વરે પિતામહે સ્પષ્ટતા કરી.

‘ના, પિતામહ ! હું કોઈ કામ લઈને આવ્યો નથી.’ વિકર્ણે જવાબ દીધો. પછી કટાક્ષ કરતો હોય એમ ઉમેર્યું, ‘હવે મને