દીધો પણ વિકર્ણના શબ્દોની સ્મૃતિ તાજી થતા તે પણ વિહ્વળ બની જતાં હતા.
‘કદાચ દુર્યોધન ન માને તો ?’ તેમના મનમાં શંકા જાગી ને પછી હતાશા ઠાલવતાં હોય એમ સ્વગત બબડ્યા. - ‘વિનાશ કાળે વિપરિત બુદ્ધિ !’
થોડા સમયમાં જ કુંતીનો ભય શાંત પડતો જણાયો. તેર તેર વર્ષના વનવાસના આકરા તાપને બરદાસ કર્યા છતાં પણ યુધિષ્ઠિરના દિલમાં દુર્યોધન વિષે કોઈ દ્વેષભાવ વૈરવૃતિ જોવા મળતાં ન હતાં. તેણે પિતામહને વિનંતિ કરી, ‘પિતામહ, તમે જ કુરુવંશના વડીલ છો. તમે જ અમારા રાજ્યનો અડધો ભાગ પણ અપાવ્યો. તમારી સલાહથી વડીલકાકાને હસ્તે હું ગાદીનશીન થયો. કાકાની ઇચ્છાનું પાલન કરવા જુગાર જેવા અધર્મના માર્ગે હું ચાલ્યો ને જે કાંઈ ભોગવવાનું નસીબમાં લખાયું હતું તે ભોગવ્યું.’
યુધિષ્ઠિર પણ પશ્ચાત્તાપની આગમાં સળગતો હોય એમ દર્દભીના સ્વરે બોલ્યો, ‘મારા અધર્મના પાપે મારા નિર્દોષ ભાઈઓ પણ ભોગ બન્યા. દ્રૌપદીની લાજ લૂંટવાનો પ્રસંગ પણ અમે નીચી મૂંડીએ જોતાં રહ્યા.
‘બસ થયું. યુધિષ્ઠિર, હવે બધું ભૂલી જા.’ યુધિષ્ઠિરની દર્દભરી વાણીથી ભાંગી પડેલાં પિતામહે તેને અટકાવ્યો. ભૂતકાળ ભૂલી જઈ વર્તમાનને વફા રહેવાની સૂચના કરતાં કહ્યું, ‘તમે ઘણું જ સહન કર્યું છે. હવે તમે બધા શાંતિથી તમારું સંભાળો ને આ કલહને દફનાવી દો એમ હું ઇચ્છું છું.’
‘હું તમારી ઇચ્છાને આધીન થવા તૈયાર છું.’
‘મને તારે વિષે તો ખાતરી હતી જ.’ બોલતાં બોલતાં પિતામહ અટકી પડ્યા. હોઠ પરના શબ્દો તેઓ બહાર ફેંકી શક્યા નહિ.
યુધિષ્ઠિરના મનમાં પિતામહની મૂંઝવણ વિષે ખ્યાલ તો