આવશે. તમે તમારા જ્ઞાનભંડારનો વારસો આપતા રહો એવી મારી માંગણીનો આપ સ્વીકાર કરો એવી પ્રાર્થના છે.’
પિતામહે શ્રીકૃષ્ણની માગણીનો જવાબ દેતાં કહ્યું, ‘આ બાણશૈય્યા મને પીડા કરે છે એટલે મારી પ્રતિભા કામ કરતી નથી, છતાં આપની આજ્ઞાનો હું સ્વીકાર કરું છું. મારી જે શક્તિ મહાન છે તે આજે અંત સમયે આપના ચરણમાં મૂકવાનો જે અવસર મને પ્રાપ્ત થયો છે તેને હું મારું અહોભાગ્ય ગણું છું.’
પિતામહ સાથે શ્રીકૃષ્ણે કરેલી ગોઠવણ પ્રમાણે યુધિષ્ઠિર પોતાના મનનો વિષાદભાવ શાંત કરવા રોજ બાણશૈય્યા પર પોઢેલા પિતામહ પાસે ભક્તિભાવપૂર્વક બેસી પ્રશ્નો કરતા ને પિતામહ તેનો જવાબ દેતા હતા.
પિતામહ યુધિષ્ઠિરના મનનું સમાધાન કરતા હતા. દિવસો વ્યતીત થતા હતા. શ્રીકૃષ્ણે તેમના જીવતરના ત્રીસ દિવસો જ બાકી હોવાની વાત કર્યા પછી પિતામહ યુધિષ્ઠિરને ઉપદેશ દેવામાં પોતાના દેહની પીડા પણ ભૂલી જતા હતા.
આખરે વ્યાસે પિતામહને કહ્યું, ‘હવે યુધિષ્ઠિરને, પાંડવો ને જવાની રજા આપો.’
પિતામહે વ્યાસની સલાહ પછી યુધિષ્ઠિરની સામે જોઈને કહ્યું, ‘યુધિષ્ઠિર, હવે તું પાછો જા. તારો માનસિક સંતાપ દૂર થાઓ. તું શ્રદ્ધાપૂર્વક ક્ષત્રિય ધર્મનું પાલન કરજે. આજે તારી પાછળ ઉત્તરાયણનો સૂર્યોદય હું જોઈ રહ્યો છું.’ પિતામહે છેલ્લો શ્વાસ ખેંચતા કહ્યું, ભાઈ યુધિષ્ઠિર, તારા બાપદાદાએ ક્ષત્રિય ધર્મને ઉજ્જવળને યશસ્વી બનાવ્યો છે. તે સતત તારી નજર સમક્ષ રાખજે, મારા જેવાને છેલ્લે છેલ્લે જીવતર સાર્થક થવાનો સંતોષ મળે તે રીતે રાજ્યનો કારોબાર ચલાવજે. તારા કાર્યમાં પ્રભુની તને સહાયતા પણ પ્રાપ્ત થશે.’
પાંડવો પિતામહને વંદન કરી, તેમની પ્રદક્ષિણા કરીને તેમના