દેવવ્રત પિતાની સેવામાં હાજર હતો. વૈદ દવા દેતા ને દેવવ્રત્ત શાન્તનુની સારવાર કરતો, પણ શાન્તનુની ઠરી ગયેલી ચેતના જાણે જાગ્રત થતી જ ન હતી.
‘મહારાજા !’ ચિત્તશૂન્ય પડી રહેલા શાન્તનુને મંત્રી પૂછતો, રાજકુમારને યુવરાજપદે સ્થાપવા વિષે આપે શો નિર્ણય લીધો ? સમય નક્કી કર્યો છે?’ ને પછી કહેતો, ‘હવે આપની તબિયત બરાબર રહેતી નથી એટલે રાજકુમાર યુવરાજપદે હોય તો થોડો બોજો તેઓ પણ ઉઠાવી શકે. આપને પરેશાન થવું ન પડે.' થોડા દિવસો પહેલાં જ રાજકુમાર દેવવ્રતને યુવરાજપદે સ્થાપવાનો મહારાજએ નિર્ણય કર્યો હતો, તેમનો નિર્ણય સૌને ગમ્યો હતો. મંત્રીએ નિર્ણય અમલમાં મૂકવા મહારાજાને સલાહ દેતા હતા ને મહારાજાએ પણ શિકારેથી પાછા ફર્યાં પછી નિશ્ચિત સમય વિષે નક્કી કરવા જણાવ્યું હતું, પણ મહારાજા શિકારથી ચેતના ગુમાવી. દીધેલા ચિત્તશૂન્ય જેવી હાલતમાં પાછા ફર્યાં હતા. તત્કાળ તેમને સારવારની જરૂર હોવાથી યુવરાજપદનો પ્રશ્ન મંત્રીએ ઊભો કર્યો ન હતો, પણ મહારાજા દિવસો થયા બિછાનામાં હતા. તત્કાળ કોઈ નિર્ણય લઈ શકે તેમ ન હતા. રાજ્યના ઘણાં મહત્ત્વના પ્રશ્નો વિષે મંત્રી પણ મૂંઝવણ અનુભવતો હતો, એટલે તેણે મહારાજા સમક્ષ વાત મૂકી.
શાન્તનુ પણ દ્વિધામાં હતો. તેની દૃષ્ટિ સમક્ષ મત્સ્યગંધાની પ્રતિમા રમતી હતી. પોતે જેને દિલના દાન દઈ દીધા છે, મનથી જેને પોતે સમર્પણ થઈ છે એવા તેના પ્રિયતમને તે જાણે શાંત્વન દેતી હતી, ‘તમે બાપની શરતો સ્વીકારો, પણ હું તેનો અમલ કરવા તૈયાર નથી. હજી તો કેટલાં વર્ષો જશે, ત્યાં સુધી બાપ તેમને દીધેલા વચનોનું તમે પાલન કરો છો કે નહિ તે જોવા હાજર પણ નહિ હોય !’ ને શાન્તનુની નજીક જઈ તેનો હાથ પકડી તેને ઊભો કરવાનો પ્રયત્ન કરતાં કહી રહી, ‘ઊઠો. આમ હતાશ કેમ થઈ