પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધન્ય સ્વામીનાથ ! આપ પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજો છો, હું અપરાધી, દીનકિંકર, ગુણહીન, અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ થયો હોય તો, હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, ભુજો ભુજો કરી ખમાવું છું.

(અહીં તિખ્ખુત્તોનો પાઠ ત્રણ વખત બોલવો)

૩૧. ચોથા ખામણા

ચોથા ખામણા - ગણધરજી, આચાર્યજી ઉપાધ્યાયજીને

ચોથા ખામણા ગણધરજી, આચાર્ય ઉપાધ્યાયને કરૂં છું. ગણધરજી બાવન ગુણે કરી સહિત છે. આચાર્યજી છત્રીસ ગુણે કરી સહિત છે. ઉપાધ્યાયજી પચ્ચીસ ગુણે કરી સહિત છે. મારા તમારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મઉપદેશના દાતાર, પંડિતરાજ, મુનિરાજ, મહાપુરુષ, ગીતાર્થ, બહુસુત્રી, સુત્ર સિધ્ધાંતના પારગામી, તરણતારણ, તારણી નાવ સમાન, સફરી જહાજ સમાન, રત્ન ચિંતામણી સમાન જિનશાસનના શણગાર, ધર્મના નાયક સંઘના મુખી, સંઘના નાયક આદિ અનેક ઉપમાએ કરી બિરાજમાન હતા. પૂજ્યશ્રી ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મૌર્યપુત્ર, અકંપિતજી, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ આદિ ૧૧ ગણધર ભગવંતો. જંબુસ્વામી, પ્રભવસ્વામી, સ્વયંપ્રભસ્વામી, યુગભદ્રસ્વામી, સંભૂતિવિજયસ્વામી, ભદ્રબાહુસ્વામી, સ્થૂલિભદ્રસ્વામી, દેવર્ધિગણિ શ્રમાશ્રમણ આદિ પૂર્વધરો તથા ધર્મના શુદ્ધ સ્વરૂપને સમજાવનાર પૂજ્ય લવજીઋષી, ધર્મસિંહજી અને ધર્મદાસજી મહારાજ તથા તેની પાટાનુપાટે બિરાજમાન પૂજ્ય ડુંગરસિંહજી મહારાજ અજરામરજી મહારાજ આદિ મહાપુરુષો