પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આલોવી પડિક્કમી નિંદી નિઃશલ્ય થઈને પ્રાયઃ દેવલોક પધાર્યા છે તેમનો ઘણો ઘણો ઉપકાર છે.

આજે વર્તમાનકાળે, તરણ તારણ, તારણી નાવ સમાન, સફરી જહાજ સમાન, રત્નચિંતામણી સમાન જિનશાસનના શણગાર, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક આદિ અનેક ઉપમાએ કરી બિરાજમાન જે જે આચાર્ય ઉપાધ્યાયજીઓ વીતરાગ દેવની આજ્ઞામાં જ્યાં જ્યાં બિરાજતા હોય ત્યાં ત્યાં તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો !

તે સ્વામી કેવા છે ? પંચ મહાવ્રતના પાલનહાર છે, પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત છકાયના પિયર, છકાયના નાથ, સાત ભયના ટાળનાર, આઠ મદના ગાલણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનહાર, દશ વિધ યતિ ધર્મના અજવાળિક બાર ભેદે તપશ્ચર્યાના કરણાહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, બાવીસ પરિષહના જિંતણહાર, સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહિત ૪૨-૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીના લેનાર બાવન અણાચારના ટાળણહાર, સચેત્તના ત્યાગી, માયા મમતાના ત્યાગી સમતાના સાગર દયાના આગાર આદિ અનેક ગુણે કરી સહિત છે. ધન્ય સ્વામીનાથ આપ ગામ નગર પુર પાટણને વિષે વિચારો છે. અમે અપરાધી, દીનકિંકર ગુણહીન અહીં બેઠા છીએ. આજના દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર તપને વિષે જે કાંઈ અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ થયો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું. (અહીં તિખ્ખુત્તોનો પાઠ ત્રણ વખત બોલવો)