પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઈચ્છામિ - (હું) ઇચ્છુ છું
ખમાસમણો ! - હે ક્ષમાવંત ગુરુદેવ ! અથવા હે ક્ષમાશ્રમણ
વંદિઉં - (આપને)વંદના કરવાને
જાવણિજ્જાએ - (શરીરની) યથાશકતિ પ્રમાણે
નિસીહિયાએ - શરીરને પાપ ક્રિયાથી હઠાવી અથવા અશુભયોગ = પાપક્રિયાને નિષેધી
અણુજાણહ - અનુજ્ઞા - આજ્ઞા આપો
મે - મને
મિ ઊગ્ગહં - મને મર્યાદામાં આવવાની અથવા અવગ્રહમાં આવવાની
નિસીહિ - અશુભ પાપ ક્રિયા રોકીને
અહોકાંય - (આપનાં) ચરણોને,
કાયસંફાંસં - મારી કાયાથી સ્પર્શ કરૂ છું
ખમણિજ્જો - ક્ષમા કરજો
ભે - હે પૂજ્ય ! આપને (મારા સ્પર્શથી)
કિલામો - બધા પીડા થઈ હોય તો
અપ્પકિલંતાણં - અલ્પ ગ્લાન અવસ્થામં રહી ને (આપની કિલામના ગઈ છે)
બહુ સુભેણં - ઘણા શુભયોગે-સમાધિ ભાવે
ભે - હે પૂજ્ય !આપનો
દિવસો - આજનો દિવસ
વઈકકંતો - વહી ગયો, પસાર થયો, વ્યતીત થયો (તેમાં)
જત્તા ભે ? - આપની જાત્રા (સંયમયાત્રા) સુખ રૂપ છે ?
જ્વણિજ્જં - મન તથા ઈદ્રીંયોની પીડાથી રહીત છો ?
- અને
ભે ? - હે પૂજ્ય ! હું આપની
ખામેમિ - ક્ષમા માગું છું