પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખમાસમણો - હે ક્ષમાવંત ગુરૂદેવ અથવા હે ક્ષમાશ્રમણ
દેવસિયં* - દિવસ સંબંધી
વઈકકમં - અપરાધ થયો હોય
આવસ્સિયાએ - આવશ્યક કરણી કરતાં થયેલા અતિચારથી
પડિકકમામિ - નિવર્તું છું અથ્વા નિવૃત્ત થાઉં છું.
ખમાસમણાંણં - ક્ષમાવંત ગુરૂદેવોની
દેવસિયાએ* - દિવસ સંબંધી
આસાયણાએ - આશાતના વડે
તિત્તીસન્નયરાએ - તેંત્રીશમાંથી કોઇપણ
જંકિચિં - જે, કાંઈ
મિચ્છાએ - મિથ્યાભાવે
મણ દુકકદડાએ - દુષ્ટ મનથી,
વય દુકકદડાએ - દુષ્ટ વચનથી,
કાય દુકકદડાએ - શરીરની દુષ્ટ ચેષ્ટાથી,
કોહાએ - ક્રોધથી,
માણાએ - માનથી,
માયાએ - કપટથી,
લોહાયે - લોભથી,
સવ્વ કાલિયાએ - સર્વ કાળ સંબંધી
સવ્વ મિચ્છોવયારાએ - સર્વ પ્રકારના મિથ્યા આચરણ વડે