પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સવ્વ ધમ્માઈકકમણાએ - સર્વ પ્રકારના ધર્મનું ઉલ્લંઘન કરનારી
આસાયણાએ - અશાતના વડે
જો મે - જે મેં, મારા જીવે
દેવસિઓ* - દિવસ સંબંધી
અઈયારો - અતિચાર
કઓ - કર્યાં હોય
તસ્સ - તેનું, (અતિચારોનું)
ખમાસમણો !- હે ક્ષમવાવંત ગુરૂદેવ અથવા હે ક્ષમાશ્રમણ!
પડિક્કામામિ - પ્રતિક્રમણ કરૂં છું.
નિંદામી - (આત્માની સાક્ષીએ)નિંદું છું
ગરિહામિ - ધિક્કારું છું
અપ્પાણં વોસિરામિ - આત્માને તે પાપથી દૂર કરૂં છું

"સ્વામીનાથ ! સામાયિક એક, ચઉવીસંત્થો બે અને વંદના ત્રણ એ ત્રણે આવશ્યક પુરા થયા તેને વિષે શ્રી વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સુત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત અનંત સિધ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છા મિ દુકકડં."

(અહીં ઉભા થઈને વંદના કરી "ચોથા આવશ્યક" ની આજ્ઞા માંગવી)


નોંધ : યથા કાળ પ્રતિક્રમણમાં દેવસિયં = દિવસ સંબંધી શબ્દની જગ્યાએ (૧) રાઈયં = રાત્રિ સંબંધી (૨) પક્ખિયં = દર મહિનાની અમાસ અને પૂનમે (૧૫ દિવસે) (૩) ચાઉમ્માસિયં = ચાર ચાર મહિને - કારતક સુધ પૂનમ , ફાગણ સુદ પૂનમ અને અષાડ સુદ પૂનમ (૪) સવંચ્છરિય = વર્ષમાં એક વખત ભાદરવા સુદ પાંચમ શબ્દ બોલવા. યથાકાળ પાઠમાં 'દેવસિયં' શબ્દની જગ્યાએ (૧) રાઈયં (૨) પખિય (૩) ચાઉમ્માસિય (૪) સંવચ્છરિય શબ્દ બોલવા.