પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪. પ્રતિક્રમણ આવશ્યક

૪. જ્ઞાનના અતિચાર


આજના દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું -

આગમે - સૂત્ર, સિધ્ધાંત
તિવિહે - ત્રણ પ્રકારનાં
પન્નતે - કહ્યાં છે
તં જહા - તે જેમ છે તેમ (કહું છું)
સુત્તાગમે - મૂળ સૂત્રરૂપ આગમ (એટલે ૩૨ શાસ્ત્રો)
અત્થાગમે - અર્થરૂપ આગમ (અથવા થોકડા વિગેરે)
તદુભયાગમે - સુત્ર અને અર્થરૂપ એમ બનેં રૂપે આગમ

એવા શ્રી જ્ઞાનને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું.

જં- જે
વાઈદ્ધં - સૂત્રો આઘા પાછાં ભણાયાં હોય (૧ )
વચ્ચામેલિયં - ધ્યાન વિના સૂત્રો ભણાયા હોય (૨)
હીણંક્ખરં - અક્ષરો ઓછા ભણાયા હોય(૩)
અચ્ચક્ખરં - અક્ષરો અધિક ભણાયા હોય (૪)
પયહીણં - પદ ઓછું ભણાયું હોય (૫)
વિણયહીણં - વિનય રહિત ભણાયું હોય (૬)
જોગહીણં - મન, વચન અને કાયાના અસ્થિર યોગે ભણાયું હોય (૭)
ઘોસહીણં - શુધ્ધ ઉચ્ચાર વિના ભણાયું હોય (૮)