પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સુઠુહિન્નં - રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય (૯)
દુટ્ઠુપડિચ્છિયં - અવિનીતપણે કે દુષ્ટભાવથી જ્ઞાન લીધું હોય (૧૦)
અકાલે કઓસજ્ઝાઓ - અકાળે* સજ્ઝાય કરી હોય (૧૧)
કાલે ન કઓ સજ્ઝાઓ - સજ્ઝાય કરવાને સમયે સજ્ઝાય ન કરી હોય (૧૨)
અસજ્ઝાઇએ સજ્ઝાયં - સજ્ઝાય ન કરવા યોગ્ય સ્થળે સજ્ઝાય કરી હોય (૧૩)
સજ્ઝાઇએ ન સજ્ઝાયં - સજ્ઝાય કરવા યોગ્ય સ્થળે સજ્ઝાય કરી ન હોય (૧૪)

એમ ભણતાં ગણતાં, ચિંતવતાં ચૌદે પ્રકારે કોઈ પાપદોષ લાગ્યા હોય તો અરિહંત, અનંતા સિધ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં.


નોંધ : - *બાર અકાળ : શાસ્ત્રોમાં બાર અકાલ કહ્યાં છે તે દરમ્યાન સૂત્રોના મૂળ પાઠ વંચાય કે ભણાય નહિ. આને અસ્વાધ્યાય પણ કહે છે. સવારે અને સાંજે સંધ્યાની એક ઘડી પહેલાં અને એક ઘડી પછી, (૨) મધયહ્ન કાળે અને મધ્ય રાત્રિએ પ્રાય: ૧૨ થી ૧ વાગ્યા સુધી, (૨) ચૈત્ર માસની સુદ પૂનમ અને વદ એકમ (૨) અષાડ માસની સુદ પૂનમ અને વદ એકમ (૨) આસો માસની સુદ પૂનમ અને વદ એકમ (૨) કારતક માસની સુદ પૂનમ અને વદ એકમ (૨) આટલા બાર અકાળના સમય છે. આ સિવાય પારંપારિક રીતે ફાગણસુદ પૂનમ- હોળી તથા ધુળેટીની અસ્વાધ્યાય કે અકાળ માનવામાં છે.