પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫. દર્શન સમ્યક્ત્વ

દંસણ - દર્શન-યથાર્થ શ્રદ્ધા
સમકિત - સાચા દેવ (સુદેવ), સુગુરુ, સુધર્મ ઉપર શ્રધ્ધા રાખવી તે
પરમત્થ - એવા પરમ સત્ય કે અર્થને બતાવનાર
સંથવો - પરિચય કરવો
વા - અને, અથવા
સુદિઢ્ઢ - ભલી દ્રષ્ટિથી જોયા છે (એવા)
પરમત્થ - પરમ સત્યને, સિદ્ધાંતને તત્ત્વને (એવા સાધુની)
સેવણા - સેવા કરવી, સંગ કરવો, ઉપસના કરવી
વા વિ - અને વળી
વાવન્ન - સમકિત (જ્ઞાન-દર્શન-ચારિત્ર) પામીને તેનાથી ખસી ગયા કે ભ્રષ્ટ થયા હોય તેવા
કુદંસણ વજ્જણા - ખોટા માર્ગ, ખોટી શ્રદ્ધાનો (૩૬૩ પાંખડીઓનો) પાપ કરીને ધર્મ માનનારાઓનો ત્યાગ કરવો