પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આવા ત્રણે લોકનાં સર્વસ્થાનક, સમકિત સહિત કરણી વિના, આ જીવે, અનંતી અનંતી વાર, જન્મ મરણે કરી ફરસી મુક્યા છે. તો પણ આ જીવનો, સંસારનો પાર આવ્યો નહિં. અવું જાણી સમક્તિ સહિત સૂત્ર (જ્ઞાન દર્શન) અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર અમર નિરાબાધ પરમ સુખને પામીએ. એ ધર્મધ્યાનનો ચોથો ભેદ કહ્યો.


૬. પચ્ચક્ખાણ આવશ્યક

છઠ્ઠો આવશ્યક ( સાધુ સાધ્વીજી હોય, તો તેમને ત્રણ વખત ઊઠબેસની વંદના કરવી, અને ‘પચ્ચક્ખાણ કરાવશો’ એમ વિનંતી કરવી અને પચ્ચક્ખાણ કરવા સાધુ સાધ્વીજી ન હોય તો મોટા શ્રાવકને વિનંતી કરવી અને કોઈ ન હોય તો પોતાની મેળે નીચે મુજબ પાઠ બોલી પચ્ચક્ખાણ કરવાં)