પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચોથા ભેદ સંઠાણ વિજ્યે: સંઠાણ વિજ્યે કહેતાં, ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો તે ત્રણ લોકના આકારનું સ્વરૂપ, સુપઈઠીક સરાવલાને આકારે છે. લોક જીવ, અજીવથી સંપૂર્ણ ભર્યો છે, અસંખ્યાતા જોજનની ક્રોડા ક્રોડી પ્રમાણે ત્રિછો લોક છે તેમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, અસંખ્યાતા વાણવ્યંતરનાં નગર છે અસંખ્યાતા જ્યોતિષીનાં વિમાન છે, તથા અસંખ્યાતી દેવતાની રાજધાની છે તેને મધ્યભાગે અઢી દ્વીપ છે, તેમાં જધન્ય તીર્થકર ૨૦ અને ઉત્ક્રુષ્ટા હોય તો ૧૬૦ અગર ૧૭૦, જધન્ય બે ક્રોડા કેવળી અને ઉત્ક્રુષ્ટા નવ હજાર ક્રોડ સાધુ સાધ્વી હોય, તેમને "વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણં, મંગલં, દેવયં, ચેઈયં, પજ્જુવાસામિ" તથા ત્રિછા લોકમાં અસંખ્યાતા શ્રાવક શ્રાવિકા છે, તેમનાં ગુણ ગ્રામ કરવાં.

તે ત્રિછા લોકથી અસંખ્યાતા ગુણો અધિક (મોટા) ઉર્ધ્વ લોક છે. તેમા બાર દેવલોક, નવ ગ્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનો છે, તે સર્વમા મળીને ૮૪,૯૭,૦૨૩ વિમાનો છે. તે ઉપર સિદ્ધ શિલા છે, ત્યાં સિદ્ધ ભગવંતજી, નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને "વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણં, મંગલં, દેવયં, ચેઈયં, પજ્જુવાસામિ"

તે ઉર્ધ્વ લોકથી કાંઇક વિશેષ અધિક, (મોટા) અદ્યોલોક છે, તેમાં સાત નારકના ચોરાશી લાખ નરકવાસા છે, સાત ક્રોડ બહોંતેર લાખ ભવનપતિના ભવન છે.