પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચિંતવવો તે વીતરાગ દેવની આજ્ઞા એવી છે, કે સમકિત સહિત શ્રાવકનાં બાર વ્રત્ અગિયાર પડિમા, સાધુજીના પાંચ મહાવ્રત તથા બાર ભિક્ખુની પડિમા શુભ ધ્યાન, શુભ જોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને છકાય જીવની રક્ષા, એ વીતરાગ દેવની આજ્ઞા આરાધવી તેમાં સમય માત્રાનોં પ્રમાદ ન કરવો, ચતુર્વિધ સંઘના ગુણ-કીર્તન કરવા એ ધર્મધ્યાનનો પહેલો ભેદ કહ્યો

બીજો ભેદ અવાય વિજ્યે: અવાય વિજ્યે કહેતાં, જીવ સંસારમાં દુઃખ શા થકી ભોગવે છે ? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભજોગ, અઢાર પાપ સ્થાનક અને છકાય જીવની હિંસા, એથી કરીને જીવે દુઃખ પામે છે માટે એવું દુઃખનું કારણ જાણી એવો આશ્રવ માર્ગ છાંડી સંવર માર્ગ આદરવો, જેથી જીવ દુઃખ ન પામે, એ ધર્મધ્યાનનો બીજો ભેદ કહ્યો.

ત્રીજો ભેદ વિવાગ વિજ્યે: વિવાગ વિજ્યે કહેતાં, જીવ સંસારમાં સુખ અને દુઃખ ભોગવે છે તે શા થકી ? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે, જીવે જેવે રસે કરી પૂર્વે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ, આઠ કર્મ ઉપાર્જન કર્યા છે, તે શુભાશુભ કર્મના ઉદયથી, જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતા થકાં, કોઈ ઉપર રાગદ્વેષ ન આણી, સમતાભાવ રાખી, મન વચન કાયાના શુભ જોગ સહિત, શ્રી જૈન ધર્મને વિષે પ્રવર્તીએ, જેથી નિરાબાધ પરમ સુખને પામીએ, ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો.