પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધન-ધાન્ન પમાણાઈક્કમે - રોકડ નાણું તથા અનાજ-દાણાની મર્યાદા ઓળંગી હોય
દુપદ-ચઉપદ પમાણાઈક્કમે - બે પગાં, ચો પગાંની મર્યાદા ઓળંગી હોય
કુવિય પમાણાઈક્કમે - ઘર વખરી ની મર્યાદા ઓળંગી હોય

એહવા પાંચમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.


૧૧. છઠ્ઠું દિશા પરિમાણ વ્રત


(પહેલું - ગુણવ્રત - છ દિશાઓની મર્યાદા કરી તેની બહાર ન જવા સંબંધી)

છઠ્ઠું દિસિ વ્રત - છઠ્ઠું દિશાઓની મર્યાદા બાંધવાનું વ્રત
ઉડ્ઢદિસિનું યથા પરિમાણ - ઊંચી દિશાની જે મર્યાદા કરી હોય,
અધો દિસિનું યથા પરિમાણ - નીચી દિશાની જે મર્યાદા કરી હોય,
તિરિય દિસિનું યથાપરિમાણ - તિરછી (વચલી) જમીનની દિશાની ઉત્તર, પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશાની જે મર્યાદા કરી હોય,