પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

યથા પરિમાણ - જેટલી મર્યાદા કરી છે
હિરણ્ણ - રૂંપું
સુવણ્ણનું - સોનાની
યથાપરિમાણ - જે પ્રમાણે મર્યાદા કરી હોય
ધન - ચલણી કે સિક્કાબંધ નાણું
ધાન્નનું - ચોવીસ જાતના ધાન્યની કે દાણાની
યથાપરિમાણ - જે પ્રમાણે મર્યાદા કરી હોય
દુપદ - બે પગાં (મનુષ્ય) પક્ષી અને
ચઉપ્પદનું - ચોપગાં (ઢોર)ની
યથાપરિમાણ - જે પ્રમાણે મર્યાદા કરી હોય
કુવિયનું - ઘર વખરીની
યથાપરિમાણ - જે પ્રમાણે મર્યાદા કરી હોય
એ યથાપરિમાણ કીધું છે, - એ પ્રમાણે જે મર્યાદા કરી છે
તે ઉપરાંત, પોતાનો પરિગ્રહ કરી રાખવાનાં પચ્ચક્ખાણ - તે ઉપરાંત પોતાનો પરિગ્રહ કરી રાખવાનો પચ્ચક્ખાણ
જાવજ્જીવાએ - જ્યાં સુધી જીવું ત્યાં સુધી
એગવિહં - એક કરણે
તિવિહેણં - ત્રણ યોગેથી કે ત્રણ જોગે
ન કરેમિ - હું કરૂ નહી
મણસા - મને કરી
વયસા- વચને કરી
કાયસા - કાયાએ કરી
એવા પાંચમાં થૂલ - એવા પાંચમાં મોટા
પરિગ્રહ પરિમાણ - દોલતની મર્યાદા ઉપરાંત
વેરમણં વ્રતના - તજી દેવાના વ્રતના
પંચ અઈયારા - પાંચ અતિચાર
જાણિયવ્વા - જાણવા જેવા
ન સમાયરિયવ્વા - આચરવા જેવા નહિ
તંજહા - તે જેમ છે તેમ
તે આલોઉં - કહું છું
ખેત-વત્થુ પમાણાઈક્કમે - ખેતર આદિ ઊઘાડી તથા ઘર દુકાન આદિ ઢાકેલી જમીનની મર્યાદા ઓળંગી હોય
હિરણ્ણ-સુવણ્ણ પમાણાઈક્કમે - રૂપા તથા સોનાની મર્યાદા ઓળંગી હોય