પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ન કરેમિ - એ કામ કરૂં નહી
કાયસા - કાયાએ કરી (કાયાએ કરી મૈથુન સેવું નહિ)
એવા ચોથા થૂલ - મોટા
મેહુણ - મૈથુન
વેરમણંવ્રતના - ત્યાગ કરવાના વ્રતના
પંચ અઈયારા - પાંચ અતિચાર
જાણિયવ્વા - જાણવા જેવા
ન સમાયરિયવ્વા - આચરવા જેવા નહી
તંજ્હા - તે જેમ છે તેમ
તે આલોઉં - તે કહું છું
ઈત્તરિય પરિગ્ગહિયાગમણે - નાની ઉંમરની પોતાની સ્ત્રી સાથે ગમન કર્યું હોય
અપરિગ્ગહિયાગમણે - સ્ત્રીને પરણ્યા અગાઉ તેની સાથે ગમન કર્યું હોય
અનંગક્રીડા - સ્વભાવિક અંગ સિવાય અનેરા અંગે કામક્રીડા કરી હોય
પરવિવાહકરણે - પોતાના પુત્ર પુત્રી કે પોતાના પરિવાર સિવાય બીજાઓના વિવાહ મેળવી આપ્યા હોય
કામભોગેસુ તિવ્વાભિલાસા - કામ ભોગને વિષે તીવ્ર અભિલાષા રાખી હોય

એહવા ચોથા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.



૧૦. પાંચમું અણુવ્રત


(નવ પ્રકારના પરિગ્રહ મર્યાદા-વ્રત)

પાંચમું અણુવ્રત - પાંચમું નાનું વ્રત
થૂલાઓ પરિગ્ગહાઓ - સ્થૂલ પરિગ્રહથી
વેરમણં - નિવર્તું છું
ખેત્ત - ખેતર, વાડી, બાગ, બગીચા વગેરે ખુલ્લી જમીન
વત્થનું - ઘર, દુકાન આદી ઢાંકેલી જમીનની