પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯. ચોથું અણુવ્રત


(સ્વદાર-સંતોષવ્રત)
(આત્મા વેદાતીત હોવા છતં તે એ ભાવથી બ્રસ્ટ થઈ વેદભાવ (સ્ત્રી, પુરુષમ, નપુંસક ભાવ) ઉત્પન્ન કરી દેવ-દેવીઓ, મનુષ્ય-મનુષ્યાણી, તિર્યંચ-તિર્યંચાનીઓમામ્ ઉત્પન્નથેઈ, સ્ત્રી, પુરુષ, નપુંસ્કપણે, મન, વચન, કાયાએ કરી, દ્રષ્ટિ, ખોરાક, પોષાક, ભાષાપણે વિવિધ પ્રકારની અબ્રહમચર્ય ક્રિયા કરી, કરાવી જે ચીકણાં કર્મો બાંધેલાં છે, તે કર્મોનો ક્ષય કરી મારા અવેદીભાવનું રક્ષણ કરવા માટેનું અને પરસ્ત્રી ત્યાગ કરવા સંબંધીનું વ્રત.)

ચોથું અણુવ્રત - ચોથું લઘુ વ્રત
થૂલાઓ - મોટું
મેહુણાઓ - મૈથુન સેવવાથી
વેરમણં - નિવર્તું છું
સદાર - પોતાની સ્ત્રીથી જ (સ્ત્રીઓએ 'સભર્તાર' બોલવું)
સંતોસિએ - સંતોષ રખવો
અવસેસં - તે સિવાય બીજી કોઈ સાથે
મેહુણવિહંના - મૈથુન સેવવાની
પચ્ચકખાણ - બંધી, પ્રત્યાખ્યાન
અને જે સ્ત્રી-પુરુષને મૂળથકી કાયાએ કરી મેહુણ સેવવાનાં પચ્ચક્ખાણ હોય તેને દેવતા, મનુષ્ય, તિર્યચ સંબંધી મેહુણના પચ્ચક્ખાણ
જાવજ્જીવાએ - જ્યાં સુધી જીવું ત્યાં સુધી
દેવતા સંબંધી - તેમાં દેવતાની સાથે
દુવિહં - બે કરણે
તિવિહેણં - ત્રણ જોગે
ન કરેમિ - એ કામ કરૂં નહી
ન કારવે મિ - બીજા પાસે કરાવું નહી
મણસા - મને કરી
વયસા - વચને કરી
કાયસા - કાયાએ કરી
અને મનુષ્ય તિર્યંચ સંબંધી - અને માણસ તથા પશુ વિગેરીની સાથે
એગવિંદ - એક કરણે
એગવિહેણં - એક જોગે