પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગાંઠડી છોડી - કોઈની ગાંસડી છોડી, ખીસાં કાતરી
તાળું પર કુંચીએ કરી - કોઈનું તાળું બીજી ચાવીથી ઉઘાડીને
પડી વસ્તુ ધણીયાતી જાણી - રસ્તામાં પડેલી વસ્તુ તેનો કોઈ ધણી છે એમ જાણ્યા છતાં લેવી
ઈત્યાદિ - એ વગેરે બીજી
મોટકું અદત્તાદાન લેવાનાં પચ્ચક્ખાણ - મોટી કોઈની ચીજ રજા વગર લેવાની બંધી (તેમાં એટલો આગાર કે)
સગાં સંબંધી તથા વ્યાપાર સંબંધી, ન-ભરમી વસ્તુ ઉપરાંત - ભ્રમ વિનાની વસ્તુ એટલે એવી હલ્કી કે જે લેતાં કોઈ ચોર ઠરાવે કે ઠપકો આપે નહી તે સિવાય બીજી બધી વસ્તુઓ. દા. ત. કલમ, પેન્સીલ વગેરે તુચ્છ વસ્તુ લેવાથી "આ ચોરી કરે છે", એવો ભ્રમ નથાય, તેવી ચીજો તે ન-ભરમી
અદત્તાદાન લેવાનાં પચ્ચક્ખાણ - આપ્યા વગર લેવાની એટલે ચોરી કરવાની બંધી
જાવજ્જીવાએ - જ્યાં સુધી જીવું ત્યાં સુધી
દુવિહં - બે કરણે કરી
તિવિહેણં - ત્રણ જોગે કરી
ન કરેમિ - હું પોતે ચોરી કરૂ નહી
ન કારવે મિ - બીજા પાસે કરાવું નહી
મણસા - મને કરી
વયસા - વચને કરી
કાયસા - કાયાએ કરી
એવા ત્રીજા થૂલ - એવા ત્રીજા મોટા
અદત્તાદાન - ચોરી કરવાનું
વેરમણં વ્રતના - તજ્વાના વ્રતના
પંચ - પાચં
અઈયારા - અતિચાર
જાણિયવ્વા - જાણવા
ન સમાયરિયવ્વા - આચરવા નહિ
તં જહા - તે જેમ છે તેમ
તે આલોઉં - કહું છું
તેન્નાહડે - ચોરાઉ વસ્તુ લીધી હોય
તક્કરપ્પઓગે - ચોરને મદદ કરી હોય
વિરૂદ્ધ રજ્જાઈક્કમ્મે - રાજ્ય વિરુધ્ધ કીધું હોય એટલે દાણચોરી વગેરે ગુના કીધા હોય
કુડતોલે - ખોટાં તોલાં રાખ્યાં હોય
કુડમાણે - ખોટાં માપ રખ્યાં હોય, ભર્યુ હોય
તપ્પડિરૂવગ્ગ વવહારે - સારી વસ્તુ દેખાડી નરસી આપી હોય, ભેળસેળ કરી આપી હોય.

એહવા ત્રીજા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.