પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨. સાતમું વ્રત

(ઉપભોગ - પરિભોગ પરિમાણ - બીજું ગુણવ્રત)

સાતમું વ્રત- સાતમું વ્રત
ઉવભોગ - જે વસ્તુ એકવાર જ ભોગવાય તે ખાન પાનાદિ વગેરે
પરિભોગવિહિં - જે વસ્તુ વારંવાર ભોગવી શકાય તે ઘરેણાં કપડાં વગેરે તેની મર્યાદા
પચ્ચક્ખાયમાણે - બંધી કરવી, તેના પચક્ખાણ કરવા.
૧) ઉલ્લણિયાવિહિં - અગં લુછવાના વસ્ત્ર, ટુવાલની જાત અને સંખ્યા મર્યાદા
૨) દંતણવિહિં - દાતણની જાત અને સંખ્યાની મર્યાદા
૩) ફલવિહિં - અરીઠા પ્રમુખ નહાવાના ફળની જાત અને સંખ્યાની મર્યાદા
૪) અબ્ભંગણવિહિં - મર્દન કરવા યોગ્ય તેલની જાત અને સંખ્યાની મર્યાદા
૫) ઉવ્વટણવિહિં - પીઠી વગેરે શરીરે ચોળવાની વસ્તુની જાત અને સંખ્યાની મર્યાદા
૬) મજ્જણવિહિં - નાહવાનાં પાણી વગેરેની મર્યાદા (એક દિવસમાં
૭) વત્થવિહિં - પહેરવાના વસ્ત્રની સમ્ખ્યા કે મૂલ્યની મર્યાદા