પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮) વિલેવણવિહિં - સુખડ, અત્તર, તેલ આદિ વિલેપન કરવાની વસ્તુની મર્યાદા (સુખડ અંતર)
૯) પુષ્ફવિહિં - ફૂલની જાત, સંખ્યાની મર્યાદા
૧૦) આભરણવિંહિં - ઘરેણાંની જાત, સંખ્યાની મર્યાદા
૧૧) ધુપવિહિં - ધૂપની જાત; વજનની મર્યાદા
૧૨) પેજ્જવિહિં - પીવાનાં પદાર્થોની અને માપની મર્યાદા (ઓસડ-ચહા, કૉફી, દૂધ વગેરે વસ્તુની મર્યાદા)
૧૩) ભક્ખણવિહિં - સુખડી મિષ્ટાન્નની જાત અને તેના વજન વગેરેની મર્યાદા
૧૪) ઓદણવિહિં - ચોખા વગેરે ૨૪ જાતના ધાન્યની જાત અને તેના માપની મર્યાદા
૧૫) સૂવવિહિં - કઠોળની જાત અને માપની મર્યાદા
૧૬) વિગયવિહિં - ઘી, તેલ, ગોળ, દૂધ, દહીં વગેરે વસ્તુની જાત અને તેનાં માપની મર્યાદા
૧૭) સાગવિહિં - લીલોતરી શાકની જાત અને વજનની મર્યાદા