પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કમ્મઉ ય – કર્મ (વ્યાપાર) સંબંધી
ભોયણાઉ ય - ભોજન સંબંધી
સમણોવાસએણં - શ્રમણોપાસક - શ્રાવકને
પંચઅઈયારા - પાંચ અતિચાર
જાણિયવ્વા - જાણવા
ન સમાયરિયવ્વા - (પણ) આચારવા નહિ
તં જહા - તે જેમ છે તેમ
તે આલોઉં - કહું છું
સચિત્તાહારે - મર્યાદાથી ઉપર સચેત વસ્તુ (વનસ્પતિ) નો ઉપયોગ કર્યો હોય
સચિત્ત પડિબદ્ધા હારે - સચ્ચેત વસ્તુ સાથે લાગેલી અચેત વસ્તુ (વૃક્ષને અલગેલ ગુંદર વગેરે) નો ઉપયોગ થયો હોય
અપ્પોલિઓસહિ ભક્ખણાયા - થોડી કાચી અને થોડી પાકી, વસ્તુમાં જીવના પ્રદેશ રહી ગયા હોય એવી વસ્તુ ખાધી હોય (તરતના તૈયાર કરેલાં ખારિયાં)
દુપ્પોલિઓસહિ ભક્ખણાયા - દુષ્ટ રીતે કે માઠી રીતે પકવેલી વસ્તુ ખાધી હોય (ભડથા, પોંક વગેરે)
તુચ્છોસહિ ભકખણયા - તુચ્છ આહાર, ખાવું થોડું અને નાખી દેવું જાજું એવી વસ્તુ ખાધી હોય (સીતાફળ, શેરડી)
કમ્મઓણં - કર્મ એટલે કે વ્યાપાર સંબંધી
સમણો વાસએણં - શ્રાવકને
પન્નરસ કમ્માદાણાઈં - પંદર પ્રકારે કર્મ બંધાય, પાપ લાગે એવા ઠેકાણા