પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાણિયવ્વા - જાણવા
ન સમાયરિયવ્વા - આચરવા નહિ
તં જહા - જેમ છે તેમ
તે આલોઉં - કહુ છું
૧) ઈંગાલક્કમે - અગ્નિનો વ્યાપાર કીધો હોય (લુહાર, ભાડભૂંજા વગેરે)
૨) વણકમ્મે- મોટાં મોટાં વનનાં ઝાડો કપાવી કીધા હોય
૩) સાડી કમ્મે - સોડ કરીને વસ્તુ વેચવાનો ધંધો કર્યો હોય (ગળી દારૂ) (અન્ય અર્થે - ગાડું રથ, જહાજ, મોટર બનાવી વેચવાનો)
૪) ભાડી કમ્મે - ગાડાં ઘર વગેરે નવા કરાવી તેનાં ભાડા ખાવાનો વેપાર કર્યો હોય
૫) ફોડી કમ્મે - પૃથ્વીના પેટ ફોડવાનો ધંધો કર્યો હોય (કૂવા વાવ આદિ)
૬) દંત વાણિજ્જે - હાથી દાંત, હાડકાં, શીંગડા વગેરેનો વેપાર ક્રીધો હોય
૭) કેસ વાણિજ્જે - ચમરી ગાય વગેરેના વાળનો વેપાર કર્યો હોય