પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮) રસ વાણિજ્જે - દારૂ, માંસ, મધ, માખણ, ચરબી આદિ રસનો વ્યાપાર કીધો હોય
૯) લક્ખ વાણિજ્જે - લાખ આદીનો વ્યાપાર કીધો હોય
૧૦) વિસ વાણિજ્જે - ઝેર, અફીણ, સોમલ, જંતુ મારવાની દવા વગેરેનો વ્યાપાર કીધો હોય
૧૧) જંત પિલ્લણકમ્મે - તલ, શેરડી, મગફળી, કપાસ વગેરેને સંચાઓ વડે પિલવાનાં કાર્ય કર્યા હોય
૧૨) નિલ્લંછણકમ્મે - અંગોપાંગ છેદવા (આખલા - ઘોડાને ખસી કરવા, ડામ દીધા હોય) વગેરેના
૧૩) દવગ્ગિદાવણિયા - જંગલ, ખેતર, પર્વત વગેરે આગ લગાવાના ધંધા કર્યા હોય
૧૪) સર દહ તલાગ પરિસોસણયા - સરોવર, કૂવા, તળાવ આદિ ઉલેચવાના તથા સોસવાનાં ધંધા કર્યા હોય
૧૫) અસઈ જણ પોસણયા - હિંસક પશુ, ગુલામ દુરાચારી મનુષ્યો વગેરે આજીવીકા અર્થે પાલનપોષણ કર્યુ હોય

એહવા સાતમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી પાંચ