પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિંસપ્પયાણં - હિંસા થાય તેવાં શસ્ત્રો કોઈને આપવાથી ( ચપ્પુ-છરી, તલવાર, ભાલા, બંદૂક વગેરે.)
પાવકમ્મોવએસં - પાપ કર્મોનો ઉપદેશ - સલાહ આપવાથી

એહવા આઠમા અણત્થદંડ સેવવાના પચ્ચ્ક્‌ખાણ; જાવજ્જીવાએ દુવિહં, તિવિહેણં, ન કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા, કાયસા

એહવા આઠમા અણત્થદંડ વેરમણં વ્રતના પંચ અઇયારા, જાણિયવ્વા, ન સમાયરિવ્વા, તંજહા તે આલોઉં :-

કંદપ્પે - વિષય વિકાર વધે તેવાં વચન બોલવાં
કુક્કુઈએ - કુચેષ્ટા કરવી (આંખ, મુખ, હાથ આદિથી)
મોહરિએ - જેમતેમ નિરર્થક બોલવું (હાંસી, મશ્કરી કરવી, એપ્રિલફુલ બનાવવા વગેરે)
સંજુત્તાહિગરણે - હિંસાકારી હથિયાર ભેગાં કર્યા હોય, જૂનાં હથિયારને નવા કરાવ્યા હોય.
ઉવભોગ પરિભોગ - ઉપભોગ પરિભોગની વસ્તુઓમાં
અઈરત્તે – અતિ આસક્ત ભાવ રાખ્યા હોય