પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એહવા આથમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.

નોંધ

૧૪. નવમું સામાયિક વ્રત

(પહેલું શિક્ષાવ્રત)


નવમું સામાયિક વ્રત - નવમું સમભાવમાં રહેવા રૂપ સામાયિક વ્રત
સાવજ્જં જોગનું વેરમણં - પાપના કામથી નિવર્તુ છું.
જાવ નિયમં - જ્યાં સુધી મર્યાદા કરી છે
પરજ્જુવાસામિ - ત્યાં સુધી સમભાવમાં રહુ.

દુવિહં તિવિહેણં, નકરેમિ, નકારવેમિ, મણસા, વયસા, કાયસા, એવી મારી તમારી સદહણા પ્રરૂપણાએ કરી સામાયિકનો અવસર આવે અને સામાયિક કરીએ તે વારે (ત્યારે) સ્પર્શના એ કરી, શુધ્ધ હોજો! એહવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયરા જાણિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં :-

મણ દુપ્પણિહાણે - સામાયિકમાં મન માઠું પ્રવર્તાવ્યું હોય
વય દુપ્પણિહાણે - સામાયિકમાં વચન માઠું પ્રવર્તાવ્યું હોય
કાય દુપ્પણિહાણે - સામાયિકમાં કાયા માઠી રીતે પ્રવર્તાવી હોય
સામાઈયસ્સ સઈ અકરણયા - સામાયિક વેઠની જેમ કરી હોય, બરોબર પાલન ન કર્યું હોય