પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સામાઈસ્સ અણવટ્ઠીયસ કરણયા - સામાયિકનો સમય પૂર્ણ થયા પહેલા પાળી લીધી હોય

એહવા નવમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાદ દોષ લાગ્યો હોય તો;
અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.

૧૫. દસમું દેશાવગાસિક વ્રત


(બીજું શિક્ષાવ્રત)


દશમું દેશાવગાસિક વ્રત - દશમું, દિશાની અને ભોગોપભોગની અમુક મર્યાદા બાંધવાનું વ્રત.

દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાદિક છ દિશિ જેટલી ભૂમિકા મોકળી રાખી છે, તે ઉપરાંત, સઈચ્છાએ, કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચક્ખાણ,

દુવિહં તિવિહેણં, નકરેમી, નકારવેમી, મણસા, વયસા, કાયસા, જેટલી ભુમિકા મોકળી રાખી છે, તે માંહિ જે દ્રવ્યાદિકની મર્યાદા કીધી એ, તે ઉપરાંત ઉવભોગ, પરિભોગ, ભોગ નિમિત્તે ભોગવવાનાં પચ્ચક્ખાણ, જાવ અહોરત્તં, એગ વિહં, તિવિહેણં, નકરેમી, નકારવેમી, મણસા, વયસા, કાયસા એવા દશમાં દેશાવગાસિક વ્રતના પંચઅઈયરા જાણિયવ્વા ન