પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમાયરિયવ્વા તં જહા તે આલોઉં

આણવણપ્પઓગે - મર્યાદાની બહારથી વસ્તુ મંગાવી હોય

પેસવણપ્પઓગે - મર્યાદાની બહારની ચાકર દ્વારા વસ્તુ મંગાવી હોય અગર બહાર મોકલી હોય
સદ્દાણુવાએ - સાદ કરી મર્યાદાની બહારથી કોઈને બોલાવ્યો હોય
રૂવાણુવાએ - પોતાનું રૂપ બતાવીને મર્યાદા બહાર કોઈને બોલાવી હોય કે વસ્તુ મંગાવી હોય
બહિયા પોગલ પક્ખવે - કાકરો આદી નાખી મર્યાદા બહારથી કોઈને બોલાવેલ હોય
તસ્સ મિચ્છામિ દુક્કદમ - મારૂં પાપ મિથ્યા થાઓ

એહવા દશમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.


૧૬. અગિયારમું પરિપૂર્ણ પૌષધવ્રત

(ત્રીજું શિક્ષાવ્રત)

(ધર્મધ્યાન વડે આત્માને પોષવો તે પૌષધવ્રત અનાદિકાળથી હિંસા, આહાર, મૈથુન અને પરિગ્રહના ભાવો તોડી અહિંસક, અણાહારી, અવેદી અને અપરિગ્રહી પદ પ્રાપ્ત કરવા માટેનું વ્રત)

અગિયારમું ડિપુણ્ણ - અગિયારમું ધર્મ કરણીથી