પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિઃશલ્ય થઇને – ત્રણ પ્રકારના શલ્ય રહિત થઇને
સવ્વં પાણાઇવાયં પચ્ચક્ખામિ – સર્વ પ્રકારે જીવ હિંસા કરવાની બંધી કરીને
સવ્વં મુસાવાયં પચ્ચક્ખામિ – સર્વ પ્રકારનું જૂઠું બોલવાની બંધી કરીને
સવ્વં આદિન્નાદાણં પચ્ચક્ખામિ – સર્વ પ્રકારની ચોરી કરવાની બંધી કરીને
સવ્વં મેહુણં પચ્ચક્ખામિ – સર્વથા મૈથુનની બંધી કરીને
સવ્વં પરિગ્ગહં પચ્ચક્ખામિ – સર્વથા દોલત રાખવાની બંધી કરીને
સવ્વં કોહં પચ્ચક્ખામિ – સર્વથા ક્રોધ કરવાની બંધી કરીને
જાવ મિચ્છાદંસણસલ્લં – મિથ્યા દર્શન શલ્ય
અકરણિજ્જ જોગં પચ્ચક્ખામિ – ન સેવવા જોગને ત્યજુ છું
જાવજ્જીવાએ - જ્યાં સુધી જીવું ત્યાં સુધી
તિવિહં - ત્રણ કરણે કરી
તિવિહેણં - ત્રણ જોગે કરી
ન કરેમિ - હું પાપ કરું નહિ
ન કારવે મિ - બીજા પાસે કરાવું નહિ
કરંતંપિ અન્નનં સમણુજાણામિ - પાપ કરનારને અનુમોદન આપવું નહિ, અને ભલું જાણવું નહિ
મણસા - મને કરી
વયસા - વચને કરી
કાયસા - કાયાએ કરી
એમ અઢારે પાપસ્થાનક પચ્ચક્ખીને - એમ અઢારે પ્રકારે પાપની બંધી કરીને
સવ્વં - સર્વ પ્રકારના
અસણં - અન્ન
પાણં - પાણી
સાઈમં ખાઈમં - મેવો મુખવાસ
ચઉવ્વિહં પિ આહારં પચ્ચક્ખામિ - એ ચાર પ્રકારના આહારની બંધી કરીને