પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દર્ભાદિક સંથારો સંઘરીને - ડાભ વગેરેની પથારી પાથરીને
દર્ભાદિક સંથારો દુરુહીને - ડાભ વગેરેની પથારી ઉપર બેસીને
પૂર્વ તથા ઉત્તર દિશી - પૂર્વ કે ઉત્તર દિશા તરફ
પલ્યં-કાદિ આસને બેસીને - પલાંઠી વાળીને અથવા શક્તિ પ્રમાણે આસન વાળીને
કરયલ સંપરિગ્ગહિયં - બે હાથ જોડીને
સિરસાવત્તં - મસ્તક આવર્તન કરીને
મત્થએ અંજલિ કટ્ટુ - માથા ઉપર બે હાથ જોડેલા રાખીને
એવં વયાસી – એમ કહે
નમોત્થુણં – નમસ્કાર હોજો
અરિહંતાણં – અરિહંત દેવને
ભગવંતાણં – ભગવંતને
જાવ સંપત્તાણં – યાવત મોક્ષ પહોંચેલાઓને

એમ અનંતા સિધ્ધને નમસ્કાર કરીને વર્તમાન પોતાના ધર્મગુરુ ધર્માચાર્ય ને નમસ્કાર કરીને પૂર્વે જે વ્રત આદર્યા છે તે આલોવી-સંભારીને

પડિકમ્મી – પ્રાયશ્ચિત લઇને
નિંદી – દોષોની નિંદા કરીને