પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સચિત પેહણયા - સચિત વસ્તુ વડે અચેત વસ્તુ ઢાંકી હોય
કાલાઈક્કમે - વસ્તુનો કાળ વિતી ગયા પછી બગડેલી વસ્તુ વહોરાવી હોય
પરોવએસે - પોતે સૂઝતો હોય છતાં બીજાને વહોરાવાનું કહ્યું હોય
મચ્છરિયાએ - દાન આપીને અહંકાર કર્યો હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ

એહવા બારમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.

(પછી નવકાર મંત્રનો પાઠ બોલવો)

૧૮. સંથારો-સંલેખના સૂત્ર

અપચ્છિમ - બીજું કાંઈ કામ કરવું રહ્યું નથી
મારણંતિયં - મરણને અંતે
સંલેહણા - તપથી શરીર અને કષાયનું શોષણ કરવાની ક્રિયા
પોષધશાલાપોંજીને - સંથારો કરવાની જગ્યા વાળી સાફ કરીને
ઉચ્ચારપાસવણ ભૂમિકા પડિલેહીને - દિશા તથા પેશાબની જગ્યા નજરે જોઈને
ગમણાગમણે - જતાં આવતાં જીવ (કચર્યા) ચંપાણા હોય તેનું
પડિક્કમીને - પ્રાયક્ષ્ચિત લઈને