પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પડિગ્ગહ - પાત્રા
કંબલ - કામળી
પાયપુચ્છણેણં - રજોહરણ ગુચ્છા
પાઢિયારૂ - આપીને પાછી લેવાય તેવી વસ્તુ
પીઢ - પાટ બાજોટ
ફલગ - પાટીયું
સિજ્જા સંથારએણં - શય્યા આદિ પથારી
ઓસહ - ઔષધ (જેમાં એક વસ્તુ હોય)
ભેસજ્જેણં - ઘણી વસ્તુ ભેળવીને
પડિલાભેમાણે - ભાવથી આપતો થકો
વિહરિસ્સામિ - વિચારીશ

એવી મારી સદ્દહણા પ્રરૂપણા એ કરી સુપાત્ર સાધુ સાધ્વીજીની જોગવાઈ મળે અને નિર્દોષ આહાર પાણી વહોરાવું તે વારે સ્પર્શના એ કરી શુધ્ધ હોજો.

એવાં બારમા અતિથિ સંવિભાગ વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા જાણવા ન સમારિવ્વા તં જહા તે આલોઉં:

સચિત્ત નિક્ખેવણયા - સચેત વસ્તુ ઉપર અચેત વસ્તુ મુકી હોય