પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આહાર , પાણી વહોરાવી વ્રતની વિરાધના કરી હોય, તેને તોડી અનંત ગુણો પ્રગટાવવા માટે સાધુ-સાધ્વીજીને નિર્દોષ, પ્રાસુક આહાર પાણી વહોરાવવાનું વ્રત)

બારમું - બારમું
અતિથિ - જેઓને આહાર પાણી વહોરાવવાની (લેવા આવવાની) નક્કી તિથી નથી; તે અતિથિ
સંવિભાગ વ્રત - પોતાનામાંથી વિભાગ કરવા રૂપ વ્રત (સાધુ સાધ્વીજી પધારે તો મારે જે ખાવા પીવાની ચીજ છે તેમાથી તેમને વહોરાવું તેવી ભાવના)
સમણે - સાધુ મુનિને (સાધ્વીજીને)
નિગ્ગંથે - નિર્ગથને (જેમને કોઈપણ જાતનો પરિગ્રહ નથી)
ફાસુ - જીવ રહિત (અચેત વસ્તુ)
એસણિજ્જેણે - નિર્દોષ
અસણં - અન્ન રાંધેલુ
પાણં - પાણી ૨૦ જાતના આદિ ધોવાણ
ખાઈમં - સુખડી મિષ્ટાન આદિ
સાઈમં - મુખવાસ આદિ
વત્થ - સફેદ વસ્ત્ર