પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અપ્પડિલેહિયં દુપ્પડલેહિયં ઉચ્ચારપાસવણ ભૂમિ - પેશાબ તથા દિશાએ જવાની ભુમિ (લઘુનીત, વડીનીત), બરાબર જોઈ ન હોય (પ્રતિલેખના કરી ન હોય), અને કરી હોય, તો માઠી રીતે કરી હોય,
અપ્પમજ્જિયં દુપમજ્જિયં ઉચ્ચારપાસવણ ભૂમિ – પેશાબ તથા દિશાએ જવાની ભૂમિ (લઘુનીત, વડીનીત), પોંજી ન હોય (પ્રમર્જના કરી ન હોય), અને કરી હોય તો, માઠી રીતે કરી હોય
પોસહસ્સ સમ્મં અણાણુપાલણયા - પૌષધ વ્રતનું વિધિપૂર્વક, રૂડી રીતે પાલન ન કર્યું હોય,
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ

એહવા અગિયારમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. </poem>

૧૭. બારમું અતિથિ સંવિભાગવ્રત

(ચોથું શિક્ષાવ્રત)

(અનાદિકાળથી લાજ, શર્મા, ભય અગર સાંસારિક પદાર્થોની આશાએ તથારૂપના સાધુ-સાધ્વીજીઓને, આધાકર્મી, અસૂઝતાં