પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એમ શરીર વોસિરાવીને - એમ શરીરને તજી દઈને
કાલં અણવકંખમાણે વિહરિસ્સામી - મ્રુત્યુને અણવાંછતો થકો વિચરીશ

એવી સદહણ પ્રરૂપણાએ કરી, અણસણનો અવસર આવ્યે, અણસણ કરું, તે વારે સ્પર્શનાએ કરી શુધ્ધ હોજો

એવા અપચ્છિમ મારણંતિયં - મરણને અંતે કાંઇ વસ્તુ બાકી નહિ
સંલેહણા - આત્માને માઠા કામથી દૂર કરવાના
ઝુસણા - અણસણ સેવવાના
આરાહણાના - આરાધના કરવાના
પંચઅઈયરા - પાંચ અતિચાર
જાણિયવ્વા - જાણવા
ન સમાયરિવ્વા - આચરવા નહિ
તં જહા તે આલોઉં - તે જેમ છે તેમ કહું છું

ઈહલોગાસપ્પઓગે - આ લોકના સાંસારિક સુખની ઈચ્છા કરી કે મરીને મોટા રાજા થઉં વગેરે
પરલોગાસંસપ્પઓગે - પરલોકના સુખની ઈચ્છા કરે કે મરીને મોટો દેવતા થાઉં
જીવીયા સંસપ્પઓગે - જીવવાની ઈચ્છા કરે (ઝાઝા દિવસ જીવું તો ઠીક જેથી સંથારો લંબાય તો લોકમાં મારી આબરૂ વધે)
મરણા સંસપ્પઓગે - મરણની ઈચ્છા કરું (બહું દુઃખ પામું છું તેથી હવે તુરંત મરી જાઉં તો ઠીક)
કામભોગાસંસપ્પઓગે - (સંથારામાં) કામભોગની ઈચ્છા કરે