પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ

એમ સમકિત પૂર્વક - એમ પૂર્વે કહેલા સમકિતના પાઠથી
બાર વ્રત સંલેખ્ણા સહિત - બાર વ્રત્ સંથારાના પાઠ સહિત નવ્વાણુ અતિચાર
એને વિષે જે કોઈ અતિક્રમ વ્યતિક્રમ, અતિચાર, અનાચાર
જાણતાં અજાણતાં, મન વચન, કાયાએ કરી સેવ્યાં હોય,
સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમોદના કરી હોય તો;
અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ

૧૯. અઢાર પાપસ્થાનક સૂત્ર


૧. પ્રાણાતિપાત - જીવહિંસા
૨. મૃષાવાદ - જૂઠ્ઠું બોલવું
૩. અદત્તાદાન - ચોરી કરવી, અણદીધેલી વસ્તુ લેવી