પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૨. માંગલિકનો પાઠ


ચત્તારિ મંગલં - ચાર પ્રકારના માંગલિક આ પ્રમાણે છે
અરિહંતા મંગલં - અરિહંત દેવો માંગલિક છે
સિદ્ધા મંગલં - સિધ્ધ ભગવાનો માંગલિક છે
સાહૂ મંગલં - સાધુ સાધ્વી માંગલિક છે
કેવલિ પન્નતો ધમ્મો મંગલં - કેવળીનો પ્રરૂપેલો ધર્મ માંગલિક છે
ચત્તારી લોગુત્તમા - લોકમાં ચાર ઉત્તમ છે
અરિહંતા લોગુત્તમા - અરિહંત દેવો લોકમાં ઉત્તમ છે
સિદ્ધા લોગુત્તમા - સિધ્ધ ભગવાન લોકમાં ઉત્તમ છે
સાહૂ લોગુત્તમા - સાધુ સાધ્વીઓ લોકમાં ઉત્તમ છે
કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા - કેવળીનો પ્રરૂપેલો ધર્મ લોકમાં ઉત્તમ છે
ચત્તારી શરણં પવજ્જામિ - આ ચાર શરણને અંગીકાર કરું છું
અરિહંતા શરણં પવજ્જામિ - અરિહંતનું શરણ અંગીકાર કરું છું