પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આલોયણા

ચાર ગતિ, ચોવીસ દંડક, ચોરાસી લાખ જીવાયોનિ, એક ક્રોડ સાડી સતાણું લાખ કુલ કોટીના જીવને મારા જીવે, (તમારા જીવે) આજના દિવસ સંબંધી આરંભે, સમારંભે, મન, વચન, કાયાએ કરી દુભવ્યા હોય; દ્રવ્યપ્રાણ, ભાવપ્રાણ દુભાવ્યા હોય; પરિતાપના કિલામના ઉપજાવી હોય; ક્રોધે, માને, માયાએ, લોભે, રાગે, દ્વેષે, હાસ્ય, ભયે, ખળાયે, શ્રીઠાયે, આપ-થાપનાએ, પરઉથાપનાએ, દુષ્ટ લેશ્યાએ, દુષ્ટ પરિણામે, દુષ્ટ ધ્યાને (આર્ત, રૌદ્રધ્યાને) કરીને, ઇર્ષ્યાએ, મમતે, હઠપણે, અવજ્ઞા કરી હોય; દુઃખમાં જોડ્યાં હોય, સુખથી ચુકવ્યા (છોડાવ્યા) હોય; પ્રાણ, પર્યાય, સંજ્ઞા, ઇન્દ્રિય આદિ લબ્ધિ-ઋદ્ધિથી ભ્રષ્ટ કર્યા હોય,; તો તે સર્વ અઢાર લાખ, ચોવીશ હજાર, એકસો વીસ પ્રકારે * પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત, અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.

  • સંસારી જીવનાં ૫૬૩ ભેદ-તેને અભિહયાથી જીવિયાઓ,

વવરોવિયાના ૧૦ પદથી ગુણતાં ૫૬૩૦. તેને રાગ દ્વેષ-બેથી ગુણતાં ૧૧૨૬૦. તેને મન વચન કાયા ૩ થી ગુણતાં ૩૩૭૮૦, કરવું કરાવવું – અનુમોદવું ત્રણ થી ગુણતાં ૧૦૧૩૪૦. તેને ભૂત- ભવિષ્ય-વર્તમાન-૩ થી ગુણતાં ૩૦૪૦૨૦. તેને અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય,ગુરુ તથા પોતાનો આત્મા આ ૬ ની સાક્ષીથી ગુણતા ૧૮, ૨૪, ૧૨૦ પ્રકાર થયા.