પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેવસિઓ- દિવસ સંબંધી [૧]
અઇયારો – અતિચાર [૨]
કઓ - કર્યા હોય (કયા અતિચાર્ ?)
કાઇઓ – કાયાથી અર્થાત્ શરીરથી
વાઇઓ – વચનથી અર્થાત્ બોલવાથી
માણસિઓ – મનથી અર્થાત્ વિચાર દ્વારા
ઉસ્સુત્તો - સૂત્ર વિરૂધ્ધ કર્યું હોય
ઉમ્મગ્ગો - સાચા જૈન માર્ગ વિરૂધ્ધ
અકપ્પો - કલ્પે નહિ અર્થાત્ નિયમ વિરૂદ્ધ (તેવું કામ કર્યુ હોય)
અકરણિજ્જો – અકરણીય - ન કરવા યોગ્ય, કાર્ય કર્યું હોય
દુજ્ઝાઓ - આર્ત- રૈદ્ર અર્થાત્ માઠું ધ્યાન ધર્યું હોય
દુવ્વિચિંતિઓ - માઠી ચિંતવણા કરી હોય
અણાયારો - નહિ આચરવા યોગ્ય
અણિચ્છિયવ્વો - નહિ ઇચ્છવા યોગ્ય

  1. યથાકાળ પ્રતિક્રમણમાં (૧) રાઈઓ (૨) પખિઓ (૩) ચાઉમ્માસિઓ (૪) સંવચ્છરિઓ શબ્દ બોલાય.
  2. અતિચાર એ ચાર પ્રકારના છે : અતિક્રમ - પાપકરવાનું મન થવું , વ્યતિક્રમ- પાપ કરવા પગલું ભરવું , અતિચાર - વસ્તુને સ્પર્ષ કરવો, અનાચાર - વસ્તુને સેવી પાપ આચરવું