પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


અસાવગ પાઉગ્ગો - શ્રાવકને નહી કરવા યોગ્ય (કામ કર્યા હોય)
(આ અતિચાર શેના સંદર્ભમાં લાગે છે)
નાણે - જ્ઞાનને વિષે
તહ - તેમજ
દંસણે - સમકિત અર્થાત્ સમ્યગ દર્શનને વિષે
ચરિત્તાચરિત્તે - શ્રાવકના દેશ વિરતિ ચારિત્રમાં [૧]
સુએ - શ્રુતજ્ઞાનને વિષે
સામાઇએ – સામાયિકમાં
તિણ્હં - ત્રણ પ્રકારની
ગુત્તિણં - ગુપ્તિઓ (મન, વચન અને કાયા)[૨]
ચઊણ્હં - ચાર પ્રકારના
કસાયાણં - કષાય (ક્રોધ, માન, માયા અને લોભ)
પંચણહં - પાંચ પ્રકારના
મણુવ્વયાણં –(અણુવ્વયાણં) અણુવ્રત. [૩]

  1. જેટલા અંશે પચ્ચક્ખાણ તેટલા અંશે ચારિત્ર, અને જેટલા અંશે અપચ્ચક્ખાણ તેટાલા અંશે અચારિત્ર.
  2. અશુભથી નિવૃત્તિ યા સર્વથા નિવૃતિ તે ગુપ્તિ.
  3. સાધુ સાધ્વીજીઓને પાંચ મહાવ્રત હોય છે. તેમાં કોઈ છૂટ છાટ નથી હોતી અને તે આજીવન હોય છે આથી તેમને મહાવ્રતો કહેવાય છે. શ્રાવકોના વ્રતો છૂટછાટ ધરાવે છે તેમને અણુગ્રતો કહેવાય છે.