પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચાઉક્કાલં - ચાર વખત (સવાર, સાંજ, આગલિ રાત્ર પાછલી રાત્રે)
સજ્ઝાયસ્સ - સ્વાધ્યાયને
અકરણાયાએ - નહિ કરવા વડે
ઉભઓ કાલં - બન્ને વખત
ભંડોવગરણરસ્સ - પાત્રા અને વસ્ત્ર આદિની
અપ્પડિલેહણાએ - પ્રતિલેખના નહિ કરવા વડે, નજરે નહિ જોવા વડે
દુપ્પડિલેહણાએ - માઠી રીતે પ્રતિલેખના કરવા
અપ્પમજ્જણાએ - નહિ પોંજવા વડે
દુપ્પમજ્જણાએ - માઠી રીતે પોંજવા વડે
અઈક્કમે - અતિક્રમ કીધો હોય (પાપ કરવાનો વિચાર)
વઈક્કમે - વ્યતિક્રમ કીધો હોય (પાપ કરવાને તૈયાર થયો હોય)
અઈયારે - અતિચાર (પાપને સ્પર્શ કરવા તૈયારી કરવી તે)
અણાયારે - અનાચાર તે પાપ કીધું હોય
જો મે દેવસિયો - જે મે દિવસ સંબંધી
અઈયારો કઓ - પાપ કીધું હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારું પાપ મિથ્યા થાઓ