પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મણ દંડેણં - મનના દંડથી (ખરાબ વિચારથી)
વય દંડેણં - વચનના દંડથી (ખરાબ ઉચ્ચારથી)
કાયા દંડેણં - કાયાના દંડથી (શરીરના અજતનાએ પ્રર્વતાવાથી)

પડિક્કમામિ - નિર્વતુ છું
તિહિં ગુતિહિં - ત્રણ પ્રકારના ગુપ્તીને લગતા દોષો કે પ્રમાદ સેવનથી
મણ ગુત્તીએ - મનોગુપ્તિથી મનને ગોપવી રાખવું તે
વય ગુત્તીએ - વચનને ગોપવું
કાય ગુત્તીએ - કાયાને ગોપવી રખવી તે

પડિક્કમામિ - નિર્વતુ છું
તિહિં સલ્લેહિં - ત્રણ શબ્દથી (શલ્ય એટલે શૂળ કાંટો તેની પેઠે દુઃખ દાયક)
માયા સલ્લેણં - કપટ શલ્યથી
નિયાણ સલ્લેણં - નિયાણ શલ્યથી (ફળની ઈચ્છારૂપ શલ્યથી)
મિચ્છા દંસણસલ્લેણં – મિથ્યારૂપી શલ્ય (કુદેવ, કુગુરુ અને કુધર્મમાં શ્રધ્ધાથી)

પડિક્કમામિ - નિર્વતુ છું
તિહિં ગારવેહિં - ત્રણ પ્રકારના ગર્વથી (અભિમાનથી)
ઈડ્ડિ ગારવેણં - ઋદ્ધિના ગર્વથી