પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રસ ગારવેણં - રસના ગર્વથી (સ્વાદની લોલુપતા)
સાયા ગારવેણં - સાતના ગર્વથી (સુખોના ગર્વથી)

પડિક્કમામિ – પાપથી નિર્વતુ છું
તિહિં વિરાહણાહિં - ત્રણ પ્રકારના વિરાધનાથી
નાણ વિરાહણાએ - જ્ઞાનની વિરાધનાથી (જ્ઞાનની અંતરાય, જ્ઞાનની નિંદા, અકાળે સ્વાધ્યાય વગેરે)
દંસણ વિરાહણાએ - સમકિતની વિરાધનાથી (જૈન સિધ્ધાંતને વિષે અશ્રધ્ધા)
ચરિન્ત વિરાહણાએ - ચારિત્રની વિરાધનાથી (વ્રતાદિના ખંડનથી)

પડિક્કમામિ – પાપથી નિર્વતુ છું
ચઊહિંકસાએહિ - ચાર પ્રકારના કષાયોથી
કોહં કસાએણં - ક્રોધ કષાયથી
માણં કસાએણં - માન કષાયથી
માયા કસાએણં - માયા કપટ કષાયથી
લોહ કસાએણં - લોભ કષાયથી

પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
ચઊહિં સણ્ણાહિં - ચાર પ્રકારની સંજ્ઞા (ઈચ્છાથી)