પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આહાર સણ્ણાએ - આહારની ઈચ્છા
ભય સણ્ણાએ - બહીક ભોગવવી
મેહૂણ સણ્ણાએ - મૈથુનની ઈચ્છા
પરિગ્ગહ સણ્ણાએ - દોલત વસ્ત્રાદિની ઈચ્છા

પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
ચઉહિં વિકહાહિં - ચાર પ્રકારની વિકથાથી (પાપથી કથાથી)
ઈત્થી કહાએ - સ્ત્રી સંબંધી કથાથી
ભત્ત કહાએ - ભોજન સંબંધી કથાએ
દેસ કહાએ - દેશ સંબંધી કથાએ
રાય કહાએ - રાજ્ય સંબંધી કથાથી

પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
ચઉહિં ઝાણેહિં - ચાર ધ્યાન સંબંધી દોષથી (તેમાં પ્રથમના બે આદર્યાથી અને પછીના બે નહિ આદરવાથી
અટ્ટેણં ઝાણેણં - આર્ત ધ્યાન કરવાથી (શોક, રૂદન વિલાપ માઠી ચિંતવણા કરવાથી)
રૂદેણં ઝાણેણં - રૌદ્ર ધ્યાન કરવાથી (અન્ય જીવને વધ બંધન આદિ થાય એમ ચિંતવણા કરવાથી)
ધમ્મેણં ઝાણેણં - ધર્મ સંબંધી ધ્યાન (ન ધરવાથી)
સુક્કેણં ઝાણેણં - સુકલ ધ્યાન (નિર્મળ ધ્યાન ન ધરવાથી)

પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
પંચહિં કિરિયાહિં - પાંચ પ્રકારની ક્રિયા
કાઈયાએ - શરીરથી થતી (અયાતના) હાલવા ચાલવારૂપ ક્રિયાથી
અહિગરણિયાએ - અધિકરણ ક્રિયાથી (હથિયાર આદિ સાધનોથી થતી હિંસાથી)
પાઉસિયાએ - દ્વેષ રૂપ ક્રિયાથી